1.7 - આદત પાડો / વિવેક કાણે ‘સહજ’


બૂંદ તો બે જ છે, બે બૂંદની આદત પાડો
આહુતિ-ભૂખ્યા હવનકુંડની આદત પાડો

કાં’તો ધરમૂળથી, સૌંદર્યની વ્યાખ્યા બદલો
કે પછી પીઠની આ ખૂંધની આદત પાડો

માત્ર ઘોંઘાટ, ને ઘોંઘાટના કર્કશ પડઘા,
પાડી શકતા હો તો આ ગૂંજની આદત પાડો

સૂગ ઉપજાવતી દુર્ગંધ ને બરછટ સ્પર્શો
આ બધા વચ્ચે, ‘સહજ’ ઊંઘની આદત પાડો


0 comments


Leave comment