1.11 - અંતતોગત્વા / વિવેક કાણે ‘સહજ’
ખરે એકેક પીછું કલ્પનાનું અંતતોગત્વા
ઊડું છું, ને પડે છે આભ નાનું, અંતતોગત્વા
કિતાબો, અર્થ, સંદર્ભો, બધાં છે વ્યર્થના ફાંફાં
સ્વયંમાં છે સ્વયંને શોધવાનું અંતતોગત્વા
તમારે પણ કદી થાવું રહ્યું ઇતિહાસમાં ઓઝલ
સમય ઉથલાવશે પોતે જ પાનું, અંતતોગત્વા
જગતની રંગભૂમિ પર, ‘સહજ’ એક પાત્ર ભજવીને
અમારે પણ રહ્યું ચાલ્યા જવાનું અંતતોગત્વા
0 comments
Leave comment