1.12 - અંધાપો / વિવેક કાણે ‘સહજ’
ખુલ્લી આંખો, ને અંધાપો
રામભરોસે રસ્તો કાપો
તરણાની ઓથે બેસીને
સૂરજનો પડછાયો માપો
મારી ચિંતા સૌ છોડી દો
મારાં કર્મો, મારાં પાપો
બાંધી મુઠ્ઠી જ્યાં મેં ખોલી
નીકળ્યો વર્ષોનો ઝુરાપો
ભાલ ઉપર જો હોય જગા તો
આંસુનો સરવાળો છાપો
ખોવાયું માટીનું ઢેકું
કોઈ ‘સહજ’ને શોધી આપો
0 comments
Leave comment