1.13 - વકીલને પૂછો ! / વિવેક કાણે ‘સહજ’


સત્ય શું છે, અસીલને પૂછો
બાકી એના વકીલને પૂછો !

કોરીધાકોર આંખો વાંચી લો
શું લૂંટાયેલા શીલને પૂછો ?

કેટલું સત્ય, કોના દાવામાં
સીધેસીધું દલીલને પૂછો

સાબિતીનો લિફાફો ખાલી મળ્યો?
નોટરીને કે સીલને પૂછો

જાતના જજ થવાનું રહેવા દો
કોઈ ‘સહજ’ સત્વશીલને પૂછો


0 comments


Leave comment