1.14 - કોના ઉપર દયા કરે ? / વિવેક કાણે ‘સહજ’
કોને પડી છે, કોણ અહીં, કોના ઉપર દયા કરે?
સારું ખરાબ ચક્રવત્, આવ્યા કરે ગયા કરે
આ છંદ તંતોતંત છે, બંદિશ છે બંધબેસતી
ક્યાંથી ઉમેરે શબ્દ તું, અક્ષર તું રદ કયા કરે ?
સાદી રમતમાં હારજીત, જીવન-મરણ છે તારે મન
એને તો મોત પણ રમત, એ યુદ્ધ લીલયા કરે
તારું હતું જ ક્યાં કશું, કે કોઈ છીનવી ગયું?
શાનો ‘સહજ' તું આટલો, ઉપરતળે થયા કરે ?
0 comments
Leave comment