1.19 - સાત ઘોડા લઈ / વિવેક કાણે ‘સહજ’
અમે નીકળીએ જો નભમાં, તો સાત ઘોડા લઈ
અને વિહરીએ ધરા પર, ફકીરી દોહા લઈ
ભરી ગયો, બધી રગરગમાં કસ્તૂરીની મહેક
એ શમ્સ આવ્યો'તો, એકાદ મુઠ્ઠી ચોખા લઈ
થયો જો દૂર નજરથી તો સાદ પાડું છું
હતો સમક્ષ તો બેસી રહ્યો અબોલા લઈ
‘સહજ’ જે પંક્તિઓ હું ગણગણ્યો સ્વગત મનમાં
સમીર ગાતો રહ્યો, રાતભર, હિલોળા લઈ
0 comments
Leave comment