1.20 - નથી હોતી / વિવેક કાણે ‘સહજ’


સમાન રૂપે છલોછલ, સભર નથી હોતી
બધી કૃતિ તો અજર કે અમર નથી હોતી

હંમેશા ધારી દિશામાં સફર નથી હોતી
એ જુદી વાત, કે અમને ફિકર નથી હોતી

બધુંય રહેવાનું, આંધી, વમળ ને તોફાનો
તણાવ-મુક્ત કોઈ જળલહર નથી હોતી

તકો તો આવે અને પાસે થઈને સરકી જાય
તમારી ભૂલ, કે તમને ખબર નથી હોતી

વરસવું હોય તો વરસે, નહીં તો ના વરસે
ગરજતા મેઘની વાણી, અફર નથી હોતી


0 comments


Leave comment