1.21 - નીકળી ગયેલી તક ઉપર / વિવેક કાણે ‘સહજ’
તમે રડો છો, જે નીકળી ગયેલી તક ઉપર
એ મારા શ્હેરમાં ભટક્યા કરે સડક ઉપર
અમારા સૈન્ય પ્રમાણે જ રણનીતિ ઘડીએ
અમે મદાર નથી રાખતા, કુમક ઉપર
મનુષ્યમાત્ર અહીં કંસનો જ વંશજ છે
હણે છે ગર્ભના બાળકને માત્ર શક ઉપર
પછી તો કઈ રીતે દેખાય વાસ્તવિક દુનિયા ?
રૂપેરી સ્વપ્નનું તોરણ રહ્યું પલક ઉપર
ફલકનું મૌન પ્રથમ રક્તમાં ‘સહજ' ઘૂંટ્યું
અમારો શબ્દ, પછી વિસ્તર્યો ફલક ઉપર
0 comments
Leave comment