1.24 - પ્રસ્તાવ એ સારો આપે / વિવેક કાણે ‘સહજ’


ભલો થઈ માની જા, પ્રસ્તાવ એ સારો આપે
અથવા સ્વીકાર, વિધાતા જે ચુકાદો આપે

એના વ્યવહારનો શું કોઈ હવાલો આપે
બે મધુર વેણની સામે એ જમાનો આપે

તમને પળભરમાં બધાં તર્ક નિરર્થક લાગે
દાખલો એવો સબળ, તર્કની સામો આપે

મારું એક નામ ન જીરવાયું જમાનાથી કદી
ને ‘સહજ’ એને જગત કેટલાં નામો આપે ?


0 comments


Leave comment