1.25 - લીલું તો નથી ને ? / વિવેક કાણે ‘સહજ’


તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન, એ ભીનું તો નથીને ?

આ મોડસઑપરેન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ પીછું તો નથીને ?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું
દુઃખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?

જમ્યા, અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’, એટલું સીધું તો નથીને ?


0 comments


Leave comment