1.29 - બધા માટે / વિવેક કાણે ‘સહજ’


માત્ર મારા નહીં, બધા માટે
આવજે છેવટે કલા માટે

હું, અને મારી ટેક મૂકી દઉં !
એય થોડીઘણી દયા માટે ?

કેમ તારે જ દ્વાર પહોંચું છું?
ઘરથી નીકળું છું મયકદા માટે

કોઈ સાંકળ, ન કોઈ તાળું છે
બારણું માત્ર શ્રી-સવા માટે

એક મિસરો કે શેર પૂરતો છે
આયખાભરના એક નશા માટે

તારું ધાર્યું જ તું જો કરવાનો
પૂછવાનો ‘વિવેક' શા માટે ?


0 comments


Leave comment