1.31 - રટ બદલીને / વિવેક કાણે ‘સહજ’


એ જ પુરાણી રટ બદલીને
આવી જો ઘૂંઘટ બદલીને

આ પડખેથી પેલે પડખે
હું જાણું કરવટ બદલીને

પળમાં પકડી પાડું પગલાં
આવ ભલે આહટ બદલીને

અંકે અંકે વેશ નવેલા
જીવું છું ઝટપટ બદલીને

મારે ત્યાં તારીખની તંગી
કામ ચલાવો નટ બદલીને


0 comments


Leave comment