1.33 - સંઘર્ષનાં વર્ષો / વિવેક કાણે ‘સહજ’


વેરાયેલા, વિખરાયેલા, સંઘર્ષનાં વર્ષો
વીણો હવે હળવેથી, બધાં ફર્શનાં વર્ષો

સંવાદ ન કોઈ, ન કોઈ પૂછવાવાળું
આવ્યાં છે. હવે આપ-પરામર્શનાં વર્ષો

તડજોડને જીવનમાં જરા સ્થાન જ્યાં આપ્યું
કંઈ સાવ અજાણ્યા થયાં આદર્શનાં વર્ષો

ખૂંચ્યા જ કરે નિત્ય વધારે ને વધારે
સમૃદ્ધિનાં સુંવાળા ‘સહજ’ સ્પર્શનાં વર્ષો


0 comments


Leave comment