1.38 - ઊંચે ચડ્યા પછી / વિવેક કાણે ‘સહજ’
જાણી શક્યો છું આટલે ઊંચે ચડ્યા પછી
વાદળ ભરાય કેટલા આંસુ દડ્યા પછી
ટોચે જવામાં આટલી શું કામ વાર થઈ ?
પૂછે છે લોક જિંદગી આખી નડ્યા પછી
માગે ન કોઈ અંગૂઠો, સ્પર્ધાની બીકથી
નિખરી કલમ છે માંડ, પડ્યા-આથડ્યા પછી
માનો ભલેને જાતને, પારસમણિ ‘સહજ’
કંચન સ્વયં બની જશો, અમને અડ્યા પછી
0 comments
Leave comment