1.39 - જાદુની એક અંગુલિ / વિવેક કાણે ‘સહજ’
જાદુની એક અંગુલિ, ફરતાં જ કેશમાં
આવી પડું છું કૈંક હું જુદા પ્રદેશમાં
મળવું આ બે શરીરનું યોગાનુયોગ છે
સાચું તો સમ ઉપરનું મિલન અથવા શ્લેષમાં
જાણું તને તો કઈ રીતે જાણી શકું કહે
પ્રચ્છન્ન જો રહે તું સદા છદ્મવેશમાં
હું ભૂમિરાપોનિલોનલોનભમાં કેદ પિંડ
એથી વધુ તો હોય શું બીજું વિશેષમાં ?
મારું બધું તો મેં તને આપી દીધું ‘સહજ’
તો પણ વધ્યો હું કેવી રીતે પૂર્ણ શેષમાં?
0 comments
Leave comment