2.9 - જ્ઞાન, ભક્તિ, યોગ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લોયણનાં ભજનોમાં જ્ઞાન, ભક્તિ અને યોગનો સુભગ સમન્વય થયો છે. ભજનનો પ્રાણ ભક્તિ છે. આ ભક્તિ જ્ઞાનનું અવલંબન લઈને સ્વીકારાઈ હોય કે તેણે યોગની અટપટી ક્રિયાઓ સ્વીકારી હોય, અંતે તો પરમને પામવાની ઝંખના, આત્માનો પરમાત્મા તરફનો પુકાર, ભક્તહૃદયની આરત, ભગવદ્પ્રાપ્તિ માટેની ભક્ત-સાધકની અભીપ્સા છે. ભક્તિથી જ્ઞાન અને જ્ઞાનથી ભક્તિ પુષ્ટ થાય છે. તેને યોગનો આધાર મળે તો બન્ને અધિક સબળ બને છે. જ્ઞાન વિનાની ભક્તિ ભાવુકતામાં સરી પડે છે અને ભક્તિ વિનાનું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાની જ્ઞાનમાર્ગે સત્-અસતના વિવેક દ્વારા પરમાત્માના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને પામે છે. યોગી યોગમાર્ગે ષટ્ચક્ર ભેદીને કુંડલિની જાગ્રત કરી સમાધિમાં પહોંચીને આત્મસાક્ષાત્કાર કરે છે. ભક્ત પ્રેમપંથે ભાવભક્તિથી પરમતત્વનાં સગુણ સાકાર સ્વરૂપને પામે છે. લોયણનાં ભજનોમાં નિર્ગુંણ ભકિત અને દશમી પ્રેમભક્તિ દર્શાવી છે. ગીતા, વેદ, ભાગવત્, સાંખ્યયોગ, હઠયોગ, અષ્ટાંગ માર્ગ, વગેરેની સમજ ભજનમાં આપી છે. તેથી તેમની ભજનવાણીમાં કેન્દ્રમાં જ્ઞાન, ભક્તિ અને યોગ રહે છે. આ માટે સૌપ્રથમ એ ભક્તની સાધકની પાત્રતા હોવી જોઈએ તેમ જણાવે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment