2.14 - કાયા નગરી / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


સંતોએ કાયાને નગરીની ઉપમા આપી આ ઘટભીતર રહેલ સૂક્ષ્મભેદને સમજાવ્યો. નગરીની શોભા માટે લોયણ કહે છે કે –
'બાવન બજાર ચોરાશી ચૌટાં હાં,
દ્વાદશ ઉપર ચઢીને દખો તમાસા જી,
નખશિખ લગી નગર નિહાળો જી,
આઠ પહોર શહેરમાં રહીને હાં.'

આ કાયારૂપી નગરમાં નખશિખ દર્શન કરો તો તેમાં બાવન બજાર, ચોરાશી ચૌટાં આવેલ છે, જે દેહમાં દશ દરવાજા ઉપર ચઢીને જોવાથી જણાશે. ભવાનીદાસ પણ આ કાયાને દેવકચેરી કહે છે :
'આ કાયામાં દેવ કચેરી, સોળ પુરૂપ માંઈ સાજે,
અનહદ વાજાં શે’રમાં વાજે, નવરંગ પાતર નાચે
હાટ હવેલી દલ્લી ચૌટાં ધ્રુદીપક માંઈ ધરિયા,
નવસે નવાણું નદી વાવડી, દલ ભીતર માંઈ દરિયા.’

કાયાગઢના રહસ્યને રૂપકવાણી દ્વારા અનેક સંતોએ સમજાવેલ છે. લોયણ કહે છે કે આ દેહમાં વિના વાદળીએ મેઘ વરસે છે ને ઝીણીઝીણી વીજળી ચમકે છે. આ બધી જ સંકેતભાષા છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment