2.18 - આત્મજ્ઞાન / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


'જી રે લાખા,
જ્ઞાની થઈને તું આત્માને ઓળખ જી,
જેથી જન્મમરણ રોગ જાયે હાં.’

આ આત્માને ઓળખવા માટે લોયણ બે માર્ગ– જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ દર્શાવી અંતે આત્મજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. અખંડ અભેદ આત્મા એક છે તે જીવબુદ્ધિ, માયા, આસુરી વૃત્તિને કારણે અલગ દેખાય છે. સદગુરુના વચનનો દોર પકડીને ચાલો તો સઘળે રમી રહેલો આત્મા એક જણાય છે.
'જી રે લાખા,
અજર અમર આત્મા અવિનાશી જી,
એ તો આપે અકર્તા જાણે હાં.
પરમપદમાં જેની સુરતા લાગી જી,
એ અધ્યાત્મ યોગી છે પૂરા હાં.’

આ અધ્યાત્મયોગી બ્રહ્મરસનો ભોગી બને છે. તેને વેદ-વેદાન્તનો ભેદ મટી જાય છે. મોક્ષની પરવા રહેતી નથી.
‘ચાર વેદથી એ ભેદ છે ન્યારો જી,
તે ગુરુગમથી ઉરમાં આવે હાં.’

લોયણ ભક્તિ, જ્ઞાન, વેદ, વેદાંત, યોગના માર્ગની પરિક્રમા કરાવીને અંતે જીવનમુક્ત દશાએ અભેદ શૂન્યમાં બિરાજેલા સતચિત્આનંદ સ્વરૂપમાં એકાકાર થવાનું કહે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment