2.21 - સતી લોયણ અને ગંગાસતી / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


સતી લોયણ અને ગાંગાસતીનાં ભજનો વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. કેટલીક વખત તો ભજનની પંક્તિઓ એક જ સરખી જોવા મળે છે. સતી લોયણનો પ્રભાવ ગંગાસતીનાં ભજનો ઉપર હોય તેમ જણાય છે. દરેક ભજન પંક્તિભાવને સરખાવી મૂલ્યાંકન કરવા જેવું ખરું.
'પ્રથમ સદગુરુના પાય પૂજીને જી’ - લોયણ
‘શીલવંત સાધુને વારે વારે નમીએ.’ - ગંગાસતી

‘માન મૂકીને તમે આવો મેદાનમાં’ - લોયણ
‘નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઈ' - ગંગાસતી

‘નવધા ભક્તિને જે કોઈ સાધે જી’ - લોયણ
‘નવધા ભગતિમાં નિરમળ રેવું ને’ - ગંગાસતી

‘મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી,
એને સંત જ વિરલા જાણે હાં.’ - લોયણ
‘વચનવિવેકી જે નરનારી પાનબાઈ,
તેને બ્રહ્માદિક લાગે પાય. – ગંગાસતી

'વચન થકી તો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી,
એ વચનથી પૃથ્વી ઠેરાણી હાં.’ - લોયણ
'વચને થાપ ને વચને ઉથાપ પાનબાઈ,
વચને મંડાય જોને પાઠ.’ – ગંગાસતી

‘સંકલ્પવિકલ્પની ગાંઠું બંધાણી જી,
એ તો ગુરુવચનથી ગળશે હાં.’ – લોયણ
‘સંકલ્પવિકલ્પ એકે નહિ ઉરમાં
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.’ - ગંગાસતી
(ક્રમશ :...)


0 comments


Leave comment