1.2.3 - સદગુરુ પદનો લિયો નિવેડો / સતી લોયણ


જી રે લાખા સદગુરુના પદનો કોઈ લિયે નિવેડો જી,
જે આદિ અનાદિના અધિકારી હાં...
જી રે લાખા આપપણું અંતરમાંથી ત્યાગી જી,
એ તો આ તૃષ્ણા બેઠાં હારી હાં...

જી રે લાખા મૂળ વચનનો મહિમા જે જાણે જી,
એને સદગુરુનું બા’નું ઓળખાણું હાં....
જી રે લાખા હાણ ને લાભ સંકટમાં ના’વે જી,
તેણે અનુભવનું સુખ માન્યું હાં....

જી રે લાખા કરે સતસંગ મળે મનગમતાં જી,
ભેટ્યા બ્રહ્મવેત્તા ગુરુ યોગી હાં...
જી રે લાખા આલોક પરલોકની ભાવઠ ભાંગે જી,
એ તો બ્રહ્મરસના ભોગી હાં....

જી રે લાખા એવી વૃત્તિ એને કોઈ દિ’ ચળે નહીં જી,
જેને અંતરનો રંગ લાગ્યો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી
અંતે શિયાળિયો ભાગ્યો હાં....


0 comments


Leave comment