1.2.4 - ધારો સદગુરુ પૂરા / સતી લોયણ


જી રે લાખા આ રે અભયપદ ઓળખવા માટે જી,
તમે ધારો સતગુરુ પૂરા હાં....
જી રે લાખા તેથી હરખશોક ના’વે સ્વપ્નમાં જી,
અને નેણુંમાં વરસે નૂરાં હાં....

જી રે લાખા ભ્રાંતિ ભાગે તો બ્રહ્મમાં જઈ ભળીએ જી,
એથી અંતરમાં મેલ થાય ચૂરા હાં.....
જી રે લાખા એવો અંતરથી મેલ બધો કાઢો જી,
તેથી સતગુરુ મળશે પૂરા હાં....

જી રે લાખા વચન વિચારી એના હુકમે હાલો જી,
એ છે રે’ણી કરણીનાં પૂરાં હાં....
જી રે લાખા આશા તૃષ્ણા નહિ એકેય ઉરમાં જી,
એ તો સત્ય ધરમનાં પૂરાં હાં...

જી રે લાખા ધ્યાન ગુરુનું જો ચિત્તમાં ધરશો જી,
થાશે મનોરથ પૂરાં હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો મનને મારી કરે ચૂરા હાં...


0 comments


Leave comment