1.2.5 - ગુરુનું શરણ / સતી લોયણ


જી રે લાખા ઊંડામાં ઊંડો ભેદ ગુરુજીથી જાણે જી,
એ ભેદ અધિકારીને બતાવે હાં...
જી રે લાખા રહેણી કરણીના જે મૂળથી ખોટા જી,
એ તો ભાળીને પાછા ભાગે હાં...

જી રે લાખા ગુરુના ભેદને શિવ ઉમિયા વખાણે જી,
તેને વિરલા કોઈક જાણે હાં...
જી રે લાખા મોટા મોટા મુનિ જેનાં ચરણને સેવે જી,
એ પદને ઉરમાં આણે હાં...

જી રે લાખા સનકાદિ બ્રહ્માના કુમારો જે છે જી,
આનું હાર્દ તેઓ ન જાણે હાં...
જી રે લાખા ઊંચામાં ઊંચો હોય અધિકારી જી,
અંતે ગુરુપદમાં શીશ નામે હાં...

જી રે લાખા વચનમાં વરતી હુકમમાં હાલે જી,
એ તો સહેજ શૂનમાં આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એવાં ફરીને ચોરાશીમાં ના’વે હાં...


0 comments


Leave comment