1.2.7 - ગુરુવિશ્વાસ / સતી લોયણ


જી રે લાખા સુખદુ:ખનાં જેને સ્વપ્નાં ન લાધે જી,
એવાં નરનારી વચને હાલે હાં...
જી રે લાખા નરણે નામ જેને સતગુરુ આપે જી,
એ તો વધામણીમાં મહાલે હાં...

જી રે લાખા વિપત્ત પડે પણ વચન નવ ચૂકે જી,
લીધો મારગ નવ મૂકે હાં...
જી રે લાખા ચૌદ બ્રહ્માંડનું દુ:ખ સામટું આવે જી,
તો ય મારગ નવ મૂકે હાં...

જી રે લાખા હાણ લાભમાં નથી લેવાદેવાજી,
એવો અનુભવ-સમુદ્રમાં ખેલે હાં...
જી રે લાખા હરખ - શોક એને બેઉ છે સરખા જી,
વિપત્તે પણ ગુરુ વિશ્વાસ ન ચૂકે હાં...

જી રે લાખા એ રંગને અસલ રંગ કહીએ જી,
એ તો બદલાવ્યા નવ બદલે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એનું મોહજાળમાં હૃદય ન પલટે હાં...


0 comments


Leave comment