1.2.9 - નીમમાં રહેવું / સતી લોયણ


જી રે લાખા કહું તો વાતું કહ્યામાં નાં આવે...ટેક
જી રે લાખા પરથમ પહેલાં નીમ લિજીએ,
આપણે નીમ લઈએ તો કંઈ કંઈ પાળીએ.... ૧

જી રે લાખા સમરથ ગુરુજીને ચરણે રહીયે જી,
આપણે એમ અલખમાં ભળીએ... ૨

જી રે લાખા ગુરજીનાં વચન જે કોઈ મિથ્યા કરશે,
તે તો ભવસાગર કેમ તરશે.... ૩

જી રે લાખા નિશ્વે ચોરાશીના ફેરા ફરશે,
એનાં પિંડ અગોરૂમાં પડશે... ૪

જી રે લાખા ઊંચા ઊંચા જાપ અજપા ચડવા,
આપણે નિંદા કેની પર કરીએ..... ૫

જી રે લાખા આપ મટીને એક બ્રહ્માને ઓળખીએ,
આપણ એમ અલખમાં ભળીએ... ૬

જી રે લાખા આદ જુગનો પાટ મંડાયો જી,
તીહાં બલી રાજા ધરમ આદરીયા.... ૭

જી રે લાખા ગુરુને પરતાપે સતી લોયણ બોલ્યાં જી,
આપણ એમ અલખને આરાધો... ૮


0 comments


Leave comment