1.2.11 - સતગુરુનો દેશ / સતી લોયણ


જી રે લાખા સતગુરુના દેશે શૂરવીર થઈ ચાલો જી,
તમે કાયરપણું નવ લાવો હાં...
જી રે લાખા મેદાનમાં ચાલી તમે મોરચો માંડો જી,
ત્યારે સતગુરુના મનને ભાવો હાં...

જી રે લાખ ભ્રમણાના કોટ તમે ભજનથી ભાંગો જી,
પછી મૂળ વસ્તુ ગુરૂ પાસે માંગો હાં...
જી રે લાખા સમશ્યામાં સમજી ચિત્તમાં લગાવો જી,
તમે કાયર થઈ નવ ભાગો હાં...

જી રે લાખા નુરતે-સુરતે કરી નાથને નીરખો જી,
જાત-વરણ ઉરમાં ણ લાવો હાં...
જી રે લાખા ગુરુનાં વચનમાં અખંડ વૃત્તિ રાખો જી,
તો તો એક પળમાં એ ઘરમાં આવો હાં...

જી રે લાખા નામ ને રૂપ એને કાંઈ નડે નહિ જી,
એ તો સુખસાગરમાં સમાવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો ફરી ભવસાગરમાં ણ આવે હાં....


0 comments


Leave comment