1.2.13 - હરિ-ગુરુ એક જ રૂપ / સતી લોયણ


જી રે લાખા હરિગુરુને તમે એકરૂપ જાણો જી,
એમાં જુદાપણું ઉરમાં નવ આણો હાં...
જી રે લાખ ગુરુમાં હરિ ને હરિમાં ગુરુ એકમેક છે જી,
એમ એક જાણી રસ માણો હાં...

જી રે લાખા ગુરુના વિષે કોઈ દિ’ અભાવ ણ લાવો જી,
એ છે સમજણ મોટી હાં...
જી રે લાખ જ્યાં લગી ગુરુમાં વરણભેદ ભાળો જી,
ત્યાં લગી વસ્તુ છે ખોટી હાં....

જી રે લાખા ગુરુ ને ગોવિંદ નથી કંઈ જુદા જી,
એવો ભરુસો ઉરમાં લાવો હાં...
જી રે લાખા મૂળ રે વચનનાં એ છે અધિકારી જી,
એને નકી ભજન દિલભાવ હાં...

જી રે લાખા એવા ગુરુચરણોના જે વિશ્વાસી,
તે તો રહેણીકહેણીનાં પૂરાં હાં...
જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો કદી પડે નહિ પાછાં હાં...


0 comments


Leave comment