1.4.1 - નિર્ગુણ પદ / સતી લોયણ


જી રે લાખા જીવ દશાને દૂર કરોને જી,
તો અનુભવનું સુખ થાશે હાં...
જી રે લાખા દેહની ઉપાધિમાં જ્યાં લગી રહેશો જી,
તો અવિદ્યા કેમ કરી જાશે હાં ?...

જી રે લાખા શત્રુ મિત્ર નહિ પક્ષાપક્ષી જી,
એવી જાણીએ યોગીની યુક્તિ હાં...
જી રે લાખા સુરતા નિરંતર રહે તખત પર જી,
તો જીવતાં થાશે મુક્તિ હાં...

જી રે લાખા નુરત-સુરતમાં ખેલ ખેલોને જી,
તો નિરગુણ પદમાં મહાલો હાં...
જી રે લાખા યોગના પદની રમત છે જુદી જી,
તમે સદ્ગુરુ સાનમાં જાણો હાં...

જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે સમજીને મહાસુખ માણો હાં...


0 comments


Leave comment