1.6.2 - મન-પવનને બાંધો / સતી લોયણ


જી રે લાખા ધ્યાનમાં બેસીને ધણીને આરાધો જી,
તમે મન-પવનને બાંધો હાં....
જી રે લાખા નુરતે નીરખો ને સુરતે પરખો જી,
તમે સુરતા શૂન્યમાં સાંધો હાં....

જી રે લાખા નાદ બૂંદની તમે ગાંઠ બાંધો જી,
મૂળ વચને પવન સ્થંભાવો હાં...
જી રે લાખા ઊલટા પવન એને સુલટમાં લાવો જી,
એવી રીતે એક ઘરમાં આવો હાં...

જી રે લાખા ઇંગલા - પિંગલા - સુષમણા સાધો જી,
ચંદ્ર - સૂર્ય એક ઘર લાવો હાં...
જી રે લાખા ત્રિવેણી નેનમાં દેખો તપાસી જી,
પછી જ્યોતમાં જ્યોત મિલાવો હાં...

જી રે લાખા અનભેપદને ઓળખવાને માટે જી,
તમે જાત ઓળાંગી આઘા ચાલો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે અકર્તાના ઘરમાં આવો હાં...


0 comments


Leave comment