23 - Let me count the ways / પન્ના નાયક
તારી યાદ
અને વરસાદ વરસવાની રીતમાં
કેટલું સામ્ય...
Let me count the ways...(Browning Elizabethનાં જાણીતાં કાવ્ય ‘How do I love thee?માંથી લીધેલી પંક્તિ.)
દેખાય નહીં
પણ ભીનાશ મ્હોરી ઊઠે
એવા ફક્ત છાંટા
કદીક ઝરમર ઝરમર
ઝરતી કુમાશ…
અને કદીક
ગર્જના સાથે
વરસી જતો મુશળધાર.
થઈ જતી
દિવસો સુધીની
હેલી સતત…
સતત…
0 comments
Leave comment