1.6.14 - નિજ-સ્વરૂપમાં આવો / સતી લોયણ


જી રે લાખા ચતુર ને પ્રવીણ તેને જ કહીએ જી,
સ્વસ્વરૂપનું સધાન સાધે હાં...
જી રે લાખા સદ્ગુરુ આગળ જઈ શીશ નમાવે જી,
એના વચનમાં મનને બાંધે હાં...

જી રે લાખા સદ્ગુરુ વચન બ્રહ્મવાક્ય પ્રમાણે જી,
એમાં ભેદ અબુદ્ધિ નવ આણે હાં....
જી રે લાખા ખરો અધિકારી એ સેવકને જાણો જી,
એ યોગાભ્યાસ મર્મને જાણે હાં....

જી રે લાખા મનુષ્ય માત્રને ચાર અંત:કરણ છે જી,
એથી જ્ઞાની રહે છે અળગાં હાં....
જી રે લાખા આજ લગી પૂરણ જ્ઞાન દીધું છે જી,
જે સદ્ગુરુ વાક્યને વળગ્યા હાં...

જી રે લાખા આજ લગી પૂરણ જ્ઞાન દીધું છે જી,
એ તું થાને પૂરો યોગી હાં...
જી રે લાખા એકાંતે બેસી અભ્યાસ કરી લે જી,
થા-ને કેવળ બ્રહ્મરસ-ભોગી હાં...

જી રે લાખા આાસન સાધો ને મૂળ દ્વાર બાંધો જી,
મેરુદંડને સીધો બનાવો હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે નિજસ્વરૂપમાં આવો હાં...


0 comments


Leave comment