1.6.15 - યોગીની દશા / સતી લોયણ


જી રે લાખા ચાર વેદ જેની ભાવન છે ઉપનિષદ જી,
એથી યોગીઓ ન્યારા કહાવે હાં...
જી રે લાખા ઉપનિષદમાં ભાગ, ત્યાગ, લક્ષણા આવે જી,
અકર્તા પદ નજરે ન આવે હાં...

જી રે લાખા એક અર્થને બીજો જાણે લક્ષ્યાર્થ જી,
એને પંડિત સ્વપ્ને ન જાણે હાં...
જી રે લાખા વેદના બળથી એ વિવાદ કરે છે જી,
એ સ્વરૂપ-સુખને નવ માણે હાં...

જી રે લાખા ઘટ મઠ ને મહદ આકાશ છે જી,
એ ત્રણેને યોગીઓ જાણે હાં...
જી રે લાખા પદ પદાર્થની વ્યાખ્યા પંડિત કરે છે જી,
એ બ્રહ્મપદ ઉર ન પિછાણે હાં...

જી રે લાખા સપ્ત પાતાળ ને સોળે તો શૂન્ય છે જી,
એના ભેદ અનુભવીઓ કથે છે હાં....
જી રે લાખા સોળમું શૂન અતિશૂન જાણો જી,
એમાં આત્મા આપે વસે છે હાં....

જી રે લાખા સચ્ચિદાનંદ અમર ને અરૂપી જી,
જે ઉજાગરના ઉરમાં આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો ભવ સંકટમાં ન આવે હાં...


0 comments


Leave comment