28 - બોર આંસુ / પન્ના નાયક


હાથમાં હાથ
- પણ વિખૂટો થતો
હોઠ પર હોઠ
- પણ સ્પર્શરહિત થતા
આલિંગન પણ છેલ્લું
અલગ પડવાનું
એક કેડી ને બે ડાળીઓ
જુદાં જુદાં ફૂટતાં પગલાંનાં પાંદડાં -
ઓસરતી સંધ્યામાં બાજુનું તળાવ
જાણે
સમગ્ર વાતાવરણનું
એક આંસુ.


0 comments


Leave comment