1.6.16 - અખંડ ધણીની ઓળખ / સતી લોયણ


જી રે લાખા જગતના અજ્ઞાનથી જુદું રહેવું જી,
એકચિત્તે હરિને ભજવા હાં...
જી રે લાખા ગુરુવિમુખ, પ્રપંચ ભરેલા જી,
એવા દુરીજનને તજવા હાં...

જી રે લાખા નુરત - સુરતમાં રમણ કરીને જી,
આપણે લાભ – રતન લઈ લેવું હાં...
જી રે લાખા પ્રથમ ગુરુની સાન લઈને જી,
જગતના જીવને નવ કહેવું હાં...

જી રે લાખા નાભિકમળથી પવન ઉલટાવી જી,
આપણે સતગુરુને ઘેર રહેવું હાં...
જી રે લાખા જીવ ને શિવની ભ્રાંતિ ટાળીને જી,
અકર્તા રૂપ થઈ રહેવું હાં...

જી રે લાખા એવી રીતે ભવસાગર ભીંસે જી,
ચોરાશીના ફેરા ન ફરીએ હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
આપણે અખંડ ધણીને વરીએ હાં...


0 comments


Leave comment