29 - થાય છે.... / પન્ના નાયક
અન્યની ના અવરજવર
તોય હું કોને અથડાયા કરું ?
મારાં જ સ્વરૂપોની એટલી છે ભીડ
કે મને જડતું નથી મારું કોઈ નીડ
મારા થકી આ ઓરડાની થાકી હવા
જાણે બાળકની હથેલીમાં બરાબર બંધ સિક્કો.
ચાલ, એ જ ગૂંગળાતી હવાને કારણે
એકાદ બારી તો ખોલું
જો એ ધસી જાય તો થાય એની મુક્તિ
ને મારીય તે:
પણ જોઉં
ઢગલો થઈ
એ તો બેઠી મારા ચરણ પાસે -
થાય છે....
હવે તો કોઈ ન આવે તો જ સારું !
0 comments
Leave comment