1.6.20 - કર્મબીજને બાળો / સતી લોયણ


જી રે લાખા તમને ભ્રમ ભેદ ભાંગીને બતાવે જી,
હવે ગુપ્ત કાંઈ નવ રાખું હાં...
જી રે લાખા મને મારા ગુરુએ જે જે બતાવ્યું જી,
એ બધું તમને બતાવું હાં...

જી રે લાખા અસંગ થઈ તમે અભ્યાસ આદરશો જી,
તો લાભ તમને મળશે હાં...
જી રે લાખા અવિનાશી જોવામાં વાર નવ લાગે જી,
તો જન્મમરણ સૌ ટળશે હાં...

જી રે લાખા એકાંતે બેસીને તમે આસન સાધો જી,
તમે નુરત-સુરત નેડે બાંધો હાં...
જી રે લાખા નાભિકમળથી પવન ઉલટાવો જી,
તેમાં નહિ આવે તમને વાંધો હાં.....

જી રે લાખા અખંડ ઘરમાં છે અનભે રમતો જી,
એને સતગુરુ સમસ્યાએ ભાળો હાં.....
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે કર્મ-બીજ જ્ઞાનાગ્નિમાં બાળો હાં.....


0 comments


Leave comment