1.6.21 - સાધુવૃત્તિ / સતી લોયણ


જી રે લાખા સાધુ કહીએ જેણે શુદ્ધ યોગ સાધ્યો જી,
જે મન વૃત્તિને બાંધે હાં....
જી રે લાખા વાસનાનો રોગ જેણે ટાળ્યો જી,
તે તો શૂન્ય મુકામ લઈ સાંધે હાં...

જી રે લાખા સ્થિર થઈ કોઈ દિ’ અસ્થિર ન થાય જી,
બ્રહ્માદિકનું કહ્યું ન માને હાં...
જી રે લાખા નેણુંમાં જેને નિશાન ગગડે જી,
એ તો બેઠો પછી ખરે બાને હાં...

જી રે લાખા વિપત્તિ વૈરાગનો ખોટો રંગ ન મળે જી,
એ તો તીવ્ર વૈરાગ્ય જોને પાકો હાં...
જી રે લાખા આલોક-પરલોક વૈભવ ના ઇચ્છે જી,
એ તો ભવસિન્ધુ ભમીને થાક્યો હાં...

જી રે લાખા ઈશ્વરનો મુકામ જેણે જોયો છે જી,
તેને ‘હું’ નિકટ નહીં આવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો અખંડ ઘરે તાળી લાવે હાં...


0 comments


Leave comment