34 - ફૂલનું પડીકું / પન્ના નાયક
દિવસ આખો
સૂર્ય મને બોલાવતો રહ્યો
પણ
મેં પસંદ કર્યું
પડદા ઢાળેલા
અંધારિયા ઓરડામાં ઘોરવાનું.
ઢળતી સાંજે આભાસ થયો કે
કોઈ અંદર આવવા માથે છે.
ઊઠીને દરવાજા ખોલ્યા –
જોયું
બહાર પડ્યું પડ્યું ચીમળાઈ રહેલું
બાંધેલું ફૂલનું પડીકું.
0 comments
Leave comment