1.6.25 - ખાનપાન પાળવું / સતી લોયણ


જી રે લાખા ખાનપાન ત્રણ પ્રકારનાં કહ્યાં છે જી,
એને જૂજવાં કરીને જાણવું હાં...
જી રે લાખા એ ક્રિયાથી અંત:કરણ શુદ્ધ થાએ જી,
એ કિયા તુજને ભણાવું હાં...

જી રે લાખા સાત્વિક, રાજસી, તામસી આહાર લેવો જી,
તેની યુક્તિ જાણે કોઈ યોગી હાં....
જી રે લાખા અભ્યાસીએ સાત્વિક આહાર લેવો જી,
કોઈ દિ' થાયે નહિ રોગી હાં...

જી રે લાખા લૂણ મરચું ઉષ્ણ ભોજન છે જી,
તે તો સાત્વિક આહાર કહાવે હાં...
જી રે લાખા ઠંડું ને ગળ્યું જો જામે અભ્યાસી જી,
તે રજોગુણી આહાર કહાવે હાં.....

જી રે લાખા દૂધ ઘી ચોખા મગ જેવા પદાર્થો જી,
એ તો સાત્ત્વિક આહાર કહાવે હાં....
જી રે લાખા જેને યોગના અભ્યાસમાં રહેવું જી,
તેણે સાત્વિક આહાર કરવો હાં....

જી રે લાખા અભ્યાસીએ પ્રથમ ધૃત જમવું જી,
બીજા આહારે અભ્યાસ ન આવે હાં....
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તો એનો અભ્યાસ વધી જાવે હાં....


0 comments


Leave comment