1.6.28 - અગમખેલ / સતી લોયણ


જી રે લાખા અષ્ટાવક્ર ગીતામાં એમ કહે છે જી,
આત્મા અભેદ અવિનાશી હાં...
જી રે લાખા પંડિત પુરાણી વેદ વાદ વદે છે જી,
તેને જાણે કોઈ સંત સુખરાશિ હાં...

જી રે લાખા અવિનાશી અચલપદને ઇચ્છે જી,
એને સત્ગુરુ શૂરા પ્રીછે હાં...
જી રે લાખા ગુરુ-બોધ જેને વૃત્તિમાં ભર્યો જી,
તેણે આત્માને પરિપૂરણ જોયો હાં...

જી રે લાખા રજ્જુમાં સાપ ભાસે જી,
એમ ભ્રાન્તિ જગત જણાય હાં...
જી રે લાખા ભ્રાંતિ ટાળ્યા પછી અનુભવ સુખ આવે જી,
એ તો પ્રત્યક્ષ આત્મા કહાવે હાં...

જી રે લાખા કૂટસ્થ આત્મા સાક્ષી નિર્ભય છે જી,
એની સાન સત્ગુરુ સમજાવે હાં...
જી રે લાખા આરૂઢ વૃત્તિવાળા અધિકારી જી,
એને યોગી અભ્યાસ બતાવે હાં...

જી રે લાખા અલક્ષ વેદના લક્ષમાં ના’વે જી,
એ પદમાં સત્ગુરુ પહોંચાડે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
એ તો મરજીવાને રસ ચખાડે હાં...


0 comments


Leave comment