40 - હું માંગું છું / પન્ના નાયક


વિસ્મરણના
Concentration campમાં
ધકેલી દઈ મને,
પૂછું છું તમને –
શાને ચાબખા માર્યા કરો છો
એના નામના ?
સાચું કહું તો
કંટાળો આવે છે આ એક ને એક સજાથીય.
હું માંગુ છું –
કોઈ નવી હિંસા !


0 comments


Leave comment