41 - એક વાર / પન્ના નાયક


ચાંચમાંથી તણખલાને પડતું મૂકીને
પંખી તો ઊડ્યું પાછું આકાશે.

તણખલું પાણીના ભેજમાં
અન્ય સહુ સાથે ચોંટી ગયું
કાદવમાં વધુ ને વધુ ખૂંચતું
ધરાની ધૂળમાં પડ્યું પડ્યું તણખલું સળવળે;
"એક વાર મારે પણ આકાશે જવું હતું !"


0 comments


Leave comment