42 - પ્રતીતિ / પન્ના નાયક


કોલાહલમાં
જીવવા ટેવાયેલા
સ્વભાવથી
બે યુદ્ધના
મધ્યાન્તર જેવી
આ નીરવતા
નથી જિરવાતી.

આકાશનાં ઓસબિન્દુ
પૃથ્વીની રોમાવલિ
વનનો શ્વાસ
પવનમાં ઝૂલતા
ઊડતા પતંગિયાના દ્વીપ
મારી આંખના શબ્દો
સૌને વીનવું છું :
કોઈ તો કરો કંઈ
ખખડાટ
કે પળભર માટે
મને મારા હોવાની
પ્રતીતિ થાય.


0 comments


Leave comment