1.6.34 - જીવનમુક્ત દશા / સતી લોયણ


જી રે લાખા સભર ભર્યો આત્મા એ અમર છે જી,
જ્યાં અસત જેવું કાંઈ ન મળે હાં...
જી રે લાખા વક્તા પુરુષને એ પદ ભોગ આવે જી,
તેમાં બીજાનું આવરણ ન ટળે હાં...

જી રે લાખા ચાર પ્રકારના જીવ છે જગતમાં જી,
પામર વિષયી જિજ્ઞાસુ મુમુક્ષુ કહાવે હાં...
જી રે લાખા મુક્ત પુરુષ વિદેહને જીવન પ્રમાણી જી,
વિદેહ જીવનમુક્ત કહાવે હાં...

જી રે લાખા જીવનમુક્ત વિદેહમુક્ત બે છે પ્રકારો જી,
એ ગુરુગમથી કોઈ પાવે હાં...
જી રે લાખા વિદેહ જીવનમુક્તનું લક્ષણ જે છે જી,
તે મહાત્માના ઉરમાં આવે હાં...

જી રે લાખા અખંડ તુર્યાનો તાર જેને લાગ્યો જી,
એ અકર્તાપદને પાવે હાં...
જી રે લાખા વેદ કિતાબ વાણી જ્યાં નવ પહોંચે જી,
એ પદ વિરલા પાવે હાં...

જી રે લાખા ઇષ્ટ અનિષ્ટ એકે નવ ભાસે જી,
એ તો પૂરણ-બ્રહ્મ કહાવે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
અવ્યાકૃતમાં ફરી ન ભમાવે હાં.


0 comments


Leave comment