46 - નાળ / પન્ના નાયક
એ ગઈ કાલનો આનંદ
હજી મારામાં જીવે છે
મેં એણે ગર્ભરૂપે ધારણ કર્યો
એને લીધે તો
મારા ગાલ પર ગુલાબ ઊગી ગયાં –
હું આખી જાણે
ભગવાનના હાથે બીજાં બીબાંમાં ઢળાઈ.
એક નાજુક જીવ,
મારી ભીતર ફૂલ્યોફાલ્યો
મને જગત કેટલું બધું ભાવ્યું –
અને કેટલી વસ્તુની તો મને મોળ જ આવ્યા કરી.
એક વાર જે મારી ભીતર હતું
એનો પ્રસવ થઈ ગયો
તેની સાથેની સંબંધક નાળ કપાઈ ગઈ.
***
આજે તો હું એકલી છું
ક્યાં ઝૂલતું હશે મારું બાળ ?
મારે તો વલવલવું –
કેટલાંય હાલરડાં ગાવાનાં હજી બાકી !
0 comments
Leave comment