48 - તૂટવાનું તો એને હતું / પન્ના નાયક


મારા
મૃત કાવ્યને
ફંફોળવાથી
કશું હાથ નહીં આવે.
એને ભલા,
દફનાવી જ દો.
સિવાય કે
ઓટોપ્સીમાં
ચૂંથી ચૂંથીને
મર્મસ્થળે
પહોંચશો તો
કદાચ
હાથ લાગશે
અથડાઈ અથડાઈને
તૂટી ગયેલા
વહાણોનો ભંગાર
અને છતાંય
વર્ષોથી
અડીખમ ઊભો
ભવ્ય Iceberg.
- તૂટવાનું તો એને હતું !


0 comments


Leave comment