49 - હાથમાં ગગન / પન્ના નાયક


બે વૃક્ષની
લળેલી ડાળીઓ વચ્ચે
આકાશ ઝૂકીને આવ્યું
એટલું નીચું
કે તારલાને ચૂંટવા
હાથ લંબાવ્યો
ને લો,
હરસિંગાર ને બોરસલીની
ઝૂલ સહિત
આખુંયે ગગન
હાથમાં આવી ગયું.


0 comments


Leave comment