1.7.2 - આત્મા સદા અખંડ છે / સતી લોયણ


જી રે જનક આત્મા તો સદા અખંડ એક છે જી,
મનના અજ્ઞાને જીવ ભાસ્યો હાં...
જી રે જનક જ્ઞાન અજ્ઞાન એને બેઉ ઘટે છે જી,
તેથી સ્વર્ગ-નરક બેઉ ભાસ્યાં હાં...

જી રે જનક જ્ઞાન-અજ્ઞાનનું કારણ છે અવિદ્યા જી,
વસ્તુતાએ તે નથી આત્મા હાં...
જી રે જનક આ ગૂઢ લક્ષ વિરલા કોક જાણે જી,
જેની વૃત્તિ વળી છે આત્મામાં હાં....

જી રે જનક આત્મા-અનાત્મા ભેદ ગણે જ્યારે જી,
એક નિત્ય, બીજો અનિત્ય કહાવે હાં...
જી રે જનક આત્મા નિત્ય, અનાત્મા અનિત્ય છે જી,
એનો મર્મ કોઈ જ્ઞાની પાવે હાં....

જી રે લાખા ખટપટ મેલી ધ્યાન ધ્યેયમાં ધરાવે જી,
ત્યારે લક્ષ દૃષ્ટિમાં આવે હાં...
જી રે લાખા આઠે પહોર તેનો નશો ન ઊતરે જી,
તેને પૂરણ ભજની કહાવે હાં....પ

જી રે જનક પરોક્ષાપરોક્ષ પરિપૂરણ પોતે જી,
તેનો ભેદ સદ્ગુરુ બતાવે હાં....
જી રે જનક વસ્તુના લક્ષમાં સુરતા લગાવે જી,
ત્યારે એક આત્મા જોવામાં આવે હાં...

જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેને જનકે બધી સાન લીધી હાં....


0 comments


Leave comment