51 - લિફ્ટ / પન્ના નાયક
આપણી જિંદગી :
ભોંયતળિયેથી પાંચમે મજલે
જતી લિફ્ટમાં
બે અપરિચિતોનો અકસ્માત.
માળ દાખવતા
આંકડા ઉપર નજર
ને વચમાં નજર મિલાવતું
ક્વચિત્ સ્મિત.
અને પાંચમે મજલે
ખબર નથી પડતી
કે
આપણે મળીએ છીએ
કે
છૂટાં પડીએ છીએ.
Developed by Accurate Infoway
0 comments
Leave comment