53 - પ્લેટફોર્મ પર / પન્ના નાયક
ગાડી ચૂકેલાં આપણે બન્ને
ખાલી પડેલા પ્લેટફોર્મ પર
એકલાં એકલાં....
પરિચય વગર હોઠ ખૂલે નહીં.
દિવસ વાદળિયો હતો
હવે વરસવા મંડ્યો ઝરમર ઝરમર પાણી
આપણી છાયાના આશ્રયે
આવી ઊભું ગળચટું મૌન.
તમે ઓવરકોટ મારા તરફ ધરવા
હાથ લંબાવ્યો
આંખમાંથી ઝબકી ગઈ જ્યાં
વીજ....
ત્યાં ગાડી આવી ચૂકી.
0 comments
Leave comment