1.7.7 - માયા અનાદિ છે / સતી લોયણ


જી રે લાખા હવે ફરીથી જનક પ્રશ્ન કરે છે જી,
તે યથારથ સમજાવું હાં...
જી રે લાખા સમાધાનથી ચિત્ત વિરામ પામે જી,
તને નિશ્વે ઠરાવું હોં હાં...

જી રે મહારાજ તમે કહ્યું કે બ્રહ્મ માયા અનાદિ જી,
મને આંટી આવે હાં...
જી રે મહારાજ માયા પ્રપંચી જડ ને નાશવંત છે જી,
તો અચરજ મુજને આવે હાં...

જી રે મહારાજ બ્રહ્મ અનાદિ પરિપૂર્ણ પોતે જી,
સચ્ચિદાનંદ કહે છે હાં...
જી રે મહારાજ અજર અમર અધિકારી એ છે જી,
વિદ્યા ને અવિદ્યા કહાવે હાં...

જી રે જનક માયા અવિદ્યા પૂર્ણ શક્તિ કહીએ જી,
તેનો ભેદ કોઈ વિરલા જાણે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેના રસને અનુભવીઓ માણે હાં.....


0 comments


Leave comment